હળવદ મોરબી ચોકડી નજીક કન્ટેનરની પલ્ટી, સદનસીબે જાનહાની નહિ

- text


હળવદ : હળવદ મોરબી ચોકડી નજીક આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં સવારે હળવદ મોરબી ચોકડી નજીક પસાર થઈ રહેલા કન્ટેનરના ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર રોડ ઉપર પલ્ટી મારી ગયું હતું. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં જાનહાની થઈ ન હતી અને કન્ટેનરના ચાલકનો આબાદ બચાવ થયો હતો. પરંતુ રોડ ઉપર કન્ટેનર આડું પડી જતા ટ્રાફિકજામ થયો હતો. આથી હળવદ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને રોડ ઉપરથી કન્ટેનર દૂર કરીને ટ્રાફિક કિલિયર કરાવ્યો હતો.

- text

- text