વાંકાનેરની પ્રથમ મહિલા કોમર્સ કોલેજમાં પ્રવેશોત્સવ યોજાયો

- text


વાંકાનેર : વાંકાનેરમાં શરૂ થયેલી પ્રથમ મહિલા કોલેજ ઇન્દુબેન લલિતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજમાં પ્રવેશોત્સવ યોજાયો હતો. કોલેજના નવાં ભવનમાં વિદ્યાર્થીનીઓને કોલેજના પ્રિન્સીપાલ દ્વારા કંકુ અક્ષતનું તિલક કરી, વહીવટી અધિકારી ભૂમિબેન દ્વારા મીઠું મોઢું કરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે કોલેજની વિધાર્થિનીઓએ પેન આપી અમરસીભાઈ મઢવી તથા પુષ્કરભાઈ ત્રિવેદી દ્વારા શુભાશિષ પાઠવવામાં આવ્યા હતા. તથા અમરસિંહજી હાઈસ્ફૂલના પ્રિન્સીપાલ સોલંકી સાહેબ તથા બીસીએ કોલેજના પ્રિન્સીપાલ મહેતા પણ હાજર રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી.દીકરીઓના હિતની ચિંતા કરી વાંકાનેરમાં જ મહિલા કોલેજ શરૂ કરવા બદલ તમામ વિદ્યાર્થીનીઓએ વાંકાનેર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ તથા મહિલા કૉલેજના સંસ્થાપક લલિતભાઈ મહેતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text