મકનસરમા રોકેટ ગતિએ આવેલા ખુટિયાએ આલા બાપા રબારીને ઢીકે ચડાવ્યા

- text


મોરબી બાદ મકનસરમા પણ ખુટિયાઓનો અસહ્ય ત્રાસ, ગ્રામજનો પંચાયતના સત્તાધીશોથી ખફા

મોરબી : શહેરી બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ રસ્તે રઝળતા ઢોર અને ખાસ કરીને ખુટિયાઓનો ત્રાસ માઝા મૂકી રહ્યો છે ત્યારે ગઈકાલે મોરબી નજીકના મકનસર ગામે શેરીમાં યુદ્ધે ચડેલા બે ખુટિયાઓને લાકડી ઉગામવા ગયેલ આલા બાપા રબારીને રોકેટ ગતિએ આવેલા ખુટિયાએ ઢીંકે ચડાવતા આલા બાપાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવા પડ્યા હતા.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મકનસર ગામે ગોકુળિયાપરામા ગઈકાલે શેરીમાં બે આખલા આંતક મચાવી રહ્યા હોય આલા બાપા રબારી નામના વયોવૃદ્ધ ત્યાંથી પસાર થતા તેમને ખુટિયાને લાકડી ઉગામતા જ બે ખુટિયા દ્વંદ્વ યુદ્ધ છોડી રોકેટ ગતિએ ભાગ્યા હતા જે પૈકી એક ખુટિયાએ આલા બાપા રબારીને ઢીંકે ચડાવતા આલા બાપા રોડ ઉપર પટકાયા હતા.

આ ઘટના બાદ ગોકુળિયાપરા વિસ્તારના લોકોએ ગામમાં રખડતા ઢોરનો ત્રાસ વધવા છતાં પંચાયતના સત્તાધીશો પગલાં ભરતા ન હોવાનો આરોપ લગાવી રોષ વ્યક્ત કર્યો હતો.

- text

- text