બુધવારે મોરબીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે

- text


મોરબી : ઈસ્કોન હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર મોરબી દ્વારા આગામી તારીખ 28 જૂન ને બુધવારના રોજ મોરબી શહેરમાં ભગવાન જગન્નાથની ભવ્યાતિભવ્ય રથયાત્રા નીકળશે. દ્વિતિય રથયાત્રામાં સર્વે ભક્તોને દર્શન કરવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.

28 જૂન ને બુધવારે બપોરે 2-30 કલાકે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બિરાજમાન થઈ મોરબીની જનતાને દર્શન આપવા નીકળશે. રથયાત્રા પહેલા ભગવાનને છપ્પન ભોગથી પણ વધારે ભોગ અર્પણ કરવામાં આવશે. બપોરે 2-30 કલાકે રથયાત્રાનો પ્રારંભ થશે. રથયાત્રા મોર્ડન હોલ (ભક્તિનગર સર્કલ) નીકળી ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેન્ડ, ગાંધીચોક, નગર દરવાજા, રાવપર રોડથી મોર્ડન હોલ પહોંચશે. આ રથયાત્રામાં હજારોની સંખ્યામાં નગરજનો જોડાશે. રથયાત્રા દરમિયાન 200 કિલો શિરાના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. સાથે સાથે અન્ય પ્રસાદ પણ વિતરણ કરવામાં આવશે. સમગ્ર રથયાત્રા દરમિયાન રશિયા, કઝાકિસ્તાન, યુક્રેન, અમદાવાદ, રાજકોટ ઇસ્કોન મંદિરના ભક્તો દ્વારા મૃદંગ, કરતાલ, જેવા વાજીંત્રા સાથે કીર્તન કરવામાં આવશે. ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીમદ્ એ.સી.ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા લિખિત પુસ્તકોનું પણ વિતરણ કરવામાં આવશે. રથયાત્રા બાદ રથયાત્રામાં જોડાયેલા દરેક ભક્તો તથા, દર્શનાર્થીઓ માટે સાંજે 7 કલાકે હરેકૃષ્ણ સત્સંગ કેન્દ્ર, મોર્ડન હોલ ખાતે ભોજન પ્રસાદ ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર રથયાત્રા હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર- મોરબીના સંચાલક હરેન્દ્ર મુરારી પ્રભુજીના નેતૃત્વમાં નીકળશે.

- text

રથયાત્રાના રૂટ પર વિશ્વ હિન્દુ પરિષદ ગ્રુપ, બજરંગદળ ગ્રુપ, હિન્દુ યુવા વાહિની ગ્રુપ અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ ગ્રુપના સ્વયંસેવકો સેવા આપશે.

- text