એક ઘર ઐસા : હળવદની જુના દેવળીયા શાળામાં પુંઠાના ઘર બનાવવાની સ્પર્ધા યોજાઈ

- text


હળવદ : તાલુકાના જુના દેવળીયા ગામની કુમાર પે સેન્ટર શાળામાં આજ રોજ પુંઠાના ઘર બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જુના દેવળીયા કુમાર પે સેન્ટર શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 1 થી 8 નાં 70 વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ખુબ જ સુંદર ઘર બનાવ્યા હતા.

આજે 26 જૂનના રોજ યોજાયેલી આ સ્પર્ધાને અંતે 1) સાગર રવિચંદ જેસ્વાણી, ટ્રસ્ટી, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, 2) ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી, પ્રમુખશ્રી, N.I.M.A., મોરબી, મહેશ્વરી હોસ્પિટલ મોરબી તરફથી ઇનામો આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનાં આચાર્ય સાગરભાઈ મહેતા અને શાળાનાં સમગ્ર સ્ટાફમિત્રોએ સાથે મળીને આયોજન કર્યું હતું.

- text

- text