મોરબી સબ જેલમાં કાનુની શિક્ષણ શિબીર યોજાઈ

- text


મોરબી : માદક દ્રવ્યોના દુરૂપયોગની વિનાશક અસરો વિશે જરૂરી જાગૃતિ લાવવા માટે, દર વર્ષે 26 જૂનને ડ્રગ એબ્યુઝ અને ગેરકાયદેસર હેરફેર વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ અથવા વિશ્વ ડ્રગ ડે તરીકે ઉજવવામાં આવે છે.જેના અનુસંધાને મોરબી સબ જેલ ખાતે આજ રોજ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મોરબીના (જજ) અને ફૂલ ટાઈમ સેક્રેટરી બી.એસ.ગઢવી તથા એલ.એ.ડી.સી.ચીફ શબાનાબેન ખોખર સાથે મુલાકાત લેવામાં આવી હતી.

તેઓ દ્રારા જેલમાં રહેલા બંદિવાનોને કાયદાને લગત માહિતી પ્રદાન કરી કાનુની શિક્ષણ શિબીર યોજવામાં આવી હતી. તેમજ ખોખરના દ્રારા અંતેવાસીઓને મફત કાનુની સહાય અને સલાહ અંતર્ગત માહિતી આપેલ અને બંદિવાનોને જામીનના અધિકારો પ્રત્યે અવગત કરવામાં આવેલ હતા. આ મુલાકાત તથા શિક્ષણ શિબીર દરમિયાન ઇ.ચા.જેલર પી.એમ.ચાવડા તથા સુબેદાર રાજુભાઇ એન.ઝેઝરીયાના સાથે જેલ સ્ટાફના કર્મચારીઓ હાજર રહેલા હતા.

- text

- text