વીજ અધિકારીઓની જીયુવીએનએલ સાથે મંત્રણા નિષ્ફળ : કાલે મંગળવારથી આંદોલન

- text


મંગળવારે માસ સીએલનો કાર્યક્રમ, બુધવારથી અચોક્કસ મુદતની હડતાલ

મોરબી : વીજ અધિકારીઓની જીયુવીએનએલ સાથે મંત્રણા નિષ્ફળ નીવડી છે. જેથી હવે જીબીઆ દ્વારા કાલે મંગળવારે માસ સીએલનો કાર્યક્રમ અને બુધવારથી અચોક્કસ મુદતની હડતાલ પાડવાનું એલાન આપવામાં આવ્યું છે.

આજે ગાંધીનગર ખાતે પડતર પ્રશ્નો મુદે જીબીઆ અને જીયુવીએનએલ મેનેજમેન્ટ વચ્ચે મિટિંગ યોજાઈ હતી. જેમાં મેનેજમેન્ટ તરફથી ડાયરેકટર (એડમીન) રવિશંકર, જેટકો એમડી ઉપેન્દ્ર પાંડે તેમજ જીયુવીએનએલ જનરલ મેનેજર (એચઆર) જે.ટી.રાય ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જીબીઆ તરફથી બી.એમ. શાહ -સેક્રેટરી જનરલ, એચ. જી. વઘાસિયા- વીપી જેટકો, નીરવ બારોટ- જી.એચ. જેટકો, કૌશિક ચૌધરી-જી.એસ. યુજીવીસીએલ હાજર રહ્યા હતા.

આ દરમિયાન સ્ટાફ સેટ અપ, હોટલાઈન એલાઉન્સ, બિન કાયદેસર ઓર્ડર રદ કરવા, પર્ફોમન્સ બેઝડ ઇન્સેટિવ સ્કીમ સહિતના મુદ્દે ચર્ચા કરાઈ હતી. મેનેજમેન્ટ તરફથી એક પણ મુદ્દે પરિણામલક્ષી હકારાત્મક વલણ અપનાવવામાં આવેલ નથી. તેથી તા.27થી માસ સી.એલ. અને તા.28થી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવશે.આ આંદોલનમાં જીયુવીએનએલ સંલગ્ન કંપનીના 40 હજાર કર્મચારીઓ જોડાશે. વધુમાં કોઈ પણ કર્મચારી અને અધિકારી પર જો કોઈ પગલા લેવામાં આવો તો ના છૂટકે લાઈટનીંગ સ્ટ્રાઇક કરવાની ફરજ પડશે. તેવી પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.

- text

- text