મોરબી નજીક કાર આંતરી બળજબરીથી રૂ. ૨૩ હજાર પડાવી લેનાર શખ્સ ઝડપાયો

- text


મોરબી :મોરબી-માળિયા હાઇવે ઉપર કાર આંતરી ધાક-ધમકી આપી બળજબરીથી રૂ. ૨૩,૦૦૦ પડાવી લેનાર કાર ચાલકને એલસીબીએ ગણતરીની કલાકોમાં રાજકોટથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફરીયાદી પરેશભાઇ લક્ષ્મણભાઇ રાવત રહે. રવાપરરોડ, મોરબી વાળા પોતાની કાર લઇને મોરબી- માળીયા હાઇવે રોડ ઉપર રવિરાજ ચોકડી પાસેથી પસાર થતાં હતા તે દરમ્યાન પાછળથી અર્ટીગા કાર નંબર GJ-03-LR-2451 વાળીના ચાલક ફરીયાદીની ગાડીનો ઓવરટેક કરી ફરીયાદીની ગાડીને રોકી મારી ગાડી સાથે ગાડી કેમ ભટકાડેલ તેમ કહી માથાકૂટ કરી ફરીયાદીને જાનથીમારી નાખવાની ધમકી આપી, ડરાવી ધમકાવી ફરીયાદી પાસેથી બળજબરીથી રૂ. ૨૩,૦૦૦/- કઢાવી લીધેલ જે બાબતે ફરીયાદી એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મોરબી એલસીબીએ ગુનામાં સંડોવાયેલ આરોપી તથા અર્ટીગા કાર નંબર GJ-03-LR-2451 વાળીનો ચાલક મહમદઅવેશ નસરૂદીનભાઇ ઘોણીયા રહે. રાજકોટ વાળો હોવાની હકીકત મળતા તુરતં જ એક ટીમ રાજકોટ ખાતે રવાના કરી આ કામે ગુનામાં સંડોવયેલ આરોપી તથા મુદામાલની રોકડ રકમ રૂ. ૨૩,૦૦૦/- તથા ગુનામાં વપરાયેલ અર્ટીગા કાર નંબર GJ-03-LR-2451 મળી આવતા મજકુર મહમદઅવેશ નસરૂદીનભાઇ ઘોણીયા ઉવ.૨૫ ધંધો ડ્રાઇવીંગ રહે.ઘાંચીવાડ શેરી નં.૦૨/૦૭ જીલ્લા ગાર્ડન પાસે રાજકોટ વાળાને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

- text

આ કામગીરીમાં એલસીબી પીઆઓ ડી.એમ.ઢોલ, PSI કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમના પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા.

- text