મોરબીના લાતી પ્લોટમાં ગોડાઉનમાંથી રૂ. ૪૪ હજારનો દારૂ પકડાયો

- text


મોરબી : મોરબી લાતી પ્લોટમાં આવેલ ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂના રૂ. ૪૪ હજારના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી એલસીબી દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ મોરબી એલસીબીને બાતમી મળેલ કે સાગરભાઇ મગનભાઇ કાસુંન્દ્રા રહે. મોરબી વાવડી રોડ, મીરાપાર્ક વાળાએ મોરબી લાતી પ્લોટ શેરી નં-૫-૪ ની વચ્ચે ટેલીફોન એક્ષચેન્જની પાછળ ગોડાઉન ભાડેથી રાખી તેમાં પેપરકપ રાખી તેની સાથે ગે.કા. રીતે ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે સંતાડી રાખી તેનુ છુટક વેચાણ કરેલ છે. જે હકિકત આધારે લાતી પ્લોટ શેરી નં-૦૫/૦૪ માં આવેલ ગોડાઉનમાં રેઇડ કરતા ગોડાઉનમાંથી સાગરને ગે.કા. રીતે પરપ્રાંતમાંથી મંગાવેલ બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની. કાચની કંપની સીલ પેક બોટલો નંગ-૧૨ કિ.રૂ.૧૦,૨૦૦/-, સીગ્નેચર રેર વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની. કાચની કંપની સીલ પેક બોટલો નંગ-૨૮ કિ.રૂ.૨૨,૯૬૦/-, સીમરન ઓફ વોડકાની ૭૫૦ એમ.એલ.ની. કાચની કંપની સીલ પેક બોટલો નંગ-૨૦ કિ.રૂ.૧૧,૦૦૦/-એમ કુલ બોટલ નંગ-૬૦ કિ.રૂ. ૪૪,૧૬૦/- સાથે પકડી પાડેલ છે.

- text

આ કામગીરીમાં એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, PSI કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો જોડાયેલ હતા.

- text