મોરબીમાં કારમાંથી રૂ. ૬૩ હજારનો દારૂ પકડાયો : બેની ધરપકડ, એક ફરાર

- text


મોરબી : મોરબીના કુબેરધાર ઉપર સ્વીફ્ટમાંથી રૂ. ૬૩ હજારના વિદેશી દારૂ સાથે બે શખ્સોને બી ડિવિઝન પોલીસે પકડી પાડ્યા છે. જ્યારે અન્ય એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હોય, જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસે કુબેરધાર ઉપર આવેલ સુરાપુરા ડાડાના ડેરી પાસેના ભાગે ખુલ્લા પ્લોટમાં સ્વિફટ કાર રજી.નંબર GJ-36-AF-4297 કી.રૂ.૫,૦૦,૦૦૦/-માથી તથા બાવળની ઝાળીમાથી ભારતીય બનાવટની વિદેશી ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૧૬૮ કિ.રૂ.૬૩,૦૦૦/- સાથે આરોપી રવિભાઇ મનુભાઇ રાવા ઉ.વ.રર રહે.વીસીપરા બાલાહનુમાન મંદિર પાસે મોરબી તથા ભૌતિકભાઇ રાજુભાઇ ચૈાહાણ ઉ.વ.૨૨ રહે.કુબેર ટોકીઝ પાછળ મફતીયાપરા ઢાળ પાસે મોરબી વાળાને પકડી પાડેલ તેમજ તેમજ આરોપી હિતેષ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવા પોતાના હવાલાવાળી બ્લેક કલરની સ્વિફટ કાર લઇ સ્થળ પરથી રેઇડ દરમ્યાન નાશી ગયેલ હોય તમામ આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરવામાં આવી છે.

- text

આ કામગીરીમા પો.સ.ઇ. જે.એલ.ઝાલા, પો.હેડ.કોન્સ. ભગવાનભાઇ રામજીભાઇ, વિજયભાઇ મુળુભાઇ ચાવડા, સી.કે.પઢીયાર, વાલભા ચાવડા, અ.પો.કો. ભરતભાઇ આપાભાઇ, કલ્પેશભાઇ અમરશીભાઇ, બ્રિજેશભાઇ જેસંગભાઇ, રમેશભાઇ રાયધનભાઇ, પ્રદિપસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ, કિર્તીસિંહ બહાદુરસિંહ જાડેજા, શક્તિસિંહ કિશોરસિંહ જાડેજા, યોગેશદાન જીતસંગ ગઢવી, મુકેશભાઇ સોલંકી સહિતના રોકાયેલ હતા.

- text