માળિયા નજીક હોનેસ્ટ હોટેલની આગળના ભાગની પતરાની છત તુટી, એક મહિલાનું મોત

- text


મોરબી : માળિયા નજીક આવેલ હોનેસ્ટ હોટેલમાં વાવાઝોડાને કારણે આગળના ભાગની ફેબ્રીકેશનની છત નીચે પડતા એક મહિલાનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લામાં વાવાઝોડાને પગલે ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ કહેર મચ્યો છે. જેમાં આજે એક જાનહાનિ થયાની ઘટના સામે આવી છે. નાની વાવડી ગામના વતની અશોકભાઈ અને તેમના પત્ની રાજશ્રીબેન કારમાં માળિયા તરફ ગયા હતા. જ્યાં તેઓએ હોનેસ્ટ હોટેલમાં હોલ્ટ કર્યો હતો. આ દરમિયાન ભારે પવનના કારણે હોટેલ નજીક આવેલ પતરાની છત નીચે પડી હતી. આ છત નીચે દબાઈ જતા રાજશ્રીબેનનું મોત નીપજયું હોવાનું જાણવા મળી રહયું છે.

- text

- text