વાવાઝોડાની તબાહી : મોરબી જિલ્લાના 122 ગામોમાં અંધારપટ્ટ, 263 વીજ પોલ પડી ગયા 

- text


સૌરાષ્ટ્ર-કચ્છમાં 2609 ગામ અને 24 નગરોમાં વીજ પુરવઠો ખોરવાયો, અધધધ 24340 વીજ પોલ ધરાશાયી, 4582 ટીસી ડેમેજ, 3889 ફીડર બંધ

મોરબી : બિપરજોય વાવાઝોડાએ જતા જતા પણ કહેર મચાવ્યો છે. ખાસ કરીને સૌથી વધુ નુકસાન વીજતંત્રને પહોચાડ્યું છે. આ નુકસાન અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન હોવાનું માનવાના આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 2609 ગામ અને 24 નગરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અધધધ 24340 વીજ પોલ ધરાશાયી થયા છે. 4582 ટીસી ડેમેજ થયા છે. અને 3889 ફીડર બંધ થયા છે.

ક્યાં કેટલું નુકસાન?

● જામનગર સર્કલ

જામનગર અને દ્વારકા પંથકમાં સૌથી વધુ નુકસાન થયું છે આ બંને પંથક જામનગર સર્કલ હેઠળ આવે છે. જ્યાં 690 ગામો અને 11 નગરોમાં વીજ પુરવઠો ખોરવાય ગયો છે. જ્યારે 21,115 વીજપોલ ધરાશાયી થયા છે અને 4412 ટીસી ડેમેજ થયા છે. 201 જ્યોતિગ્રામ, 568 એગ્રીકલ્ચર, 76 અર્બન, 21 એચટી અને 34 જીઆઇડીસીના ફીડર બંધ થયા છે.

● ભુજ

ભુજમાં 749 ગામોમાં તથા 6 નગરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. 183 વીજપોલ ધરાશાયી થયા છે.5 ટીસી ડેમેજ થયા છે. ઉપરાંત 173 જ્યોતિગ્રામ, 447 એગ્રીકલ્ચર 32 અર્બન, 23 એચટી અને 21 જીઆઇડીસીના ફીડરો બંધ થયા છે

અંજાર

અંજારમાં 346 ગામોમાં તથા 4 નગરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 121 વીજપોલ ધરાશાયી થયા છે. 7 ટીસી ડેમેજ થયા છે.. 98 જ્યોતિગ્રામ, 225 એગ્રીકલ્ચર, 45 અર્બન, 49 એચટી, 46 જીઆઇડીસી ફીડર બંધ થયા છે.

મોરબી

મોરબીમાં 121 ગામડાઓ અને 1 નગરમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 263 વીજપોલ ધરાશાયી થયા છે. 11 ટીસી ડેમેજ થયા છે.54 જ્યોતિગ્રામ, 170 એગ્રીકલ્ચર, 7 અર્બન અને 41 જીઆઇડીસીના ફીડરો બંધ થયા છે.

- text

રાજકોટ ગ્રામ્ય

રાજકોટ ગ્રામ્યમાં 104 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 452 વીજપોલ ધરાશાયી થયા છે. 38 ટીસી ડેમેજ થયા છે. 50 જ્યોતિગ્રામ, 290 એગ્રીકલ્ચર, 10 અર્બન અને 15 જીઆઇડીસી ફીડરો બંધ થયા છે.

પોરબંદર

પોરબંદરમાં 183 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે..621 વીજપોલ ધરાશાયી થયા છે. 26 ટીસી ડેમેજ થયા છે. 63 જ્યોતિગ્રામ, 271 એગ્રીકલ્ચર, 8 અર્બન ફીડર બંધ થયા છે.

જુનાગઢ

જુનાગઢમાં 21 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 995 વીજપોલ ધરાશાયી થયા છે. 59 ટીસી ડેમેજ થયા છે 5 જ્યોતિગ્રામ, 179 એગ્રીકલ્ચર ફીડર બંધ થયા છે.

ભાવનગર

ભાવનગરમાં 140 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 65 વીજપોલ ધરાશાયી થયા છે. 6 ટીસી ડેમેજ થયા છે. 29 જ્યોતિગ્રામ અને 90 એગ્રીકલ્ચર ફીડર બંધ થયા છે.

બોટાદ

બોટાદમાં 25 ગામો અને બે નગરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 139 વીજપોલ ધરાશાયી થયા છે. 1 ટીસી ડેમેજ થયું છે. 5 જ્યોતિગ્રામ, 71 એગ્રીકલ્ચર તથા 2 અર્બન ફીડર બંધ થયા છે.

અમરેલી

અમરેલીમાં 71 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 285 વીજપોલ ધરાશાયી થયા છે. 14 ટીસી ડેમેજ થયા છે. 17 જ્યોતિગ્રામ અને 229 એગ્રીકલ્ચર ફીડર બંધ થયા છે.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં 160 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 101 વીજપોલ ધરાશાયી થયા છે. 3 ટીસી ડેમેજ થયા છે. 29 જ્યોતિગ્રામ, 231 એગ્રીકલ્ચર, 3 અર્બન અને 1 જીઆઇડીસી ફીડર બંધ થયું છે.

- text