હળવદમાં વાવાઝોડાની અસરને પગલે અનેક વૃક્ષો અને વીજપોલ પડી ગયા

- text


મોટાભાગના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અંધારપટ

હળવદ : હળવદમાં આજે વહેલી સવારથી જ બીપરજોય વાવાઝોડાની અસરને પગલે વરસાદની સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાઓ પર વર્ષો જૂના વૃક્ષો પડી ગયા છે.સાથે જ 150 થી વધુ વીજપોલ પણ પડી ગયા હોવાનું જાણવા મળે છે જેના કારણે ગ્રામ્યના મોટાભાગના વિસ્તારોમાં અંતરપટ છવાયો છે. સાથે જ શહેરના પણ અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ લાઈટ ગુલ થઈ ગઈ હતી. તો અનેક જગ્યાઓ પર પતરા ઉડીયાના બનાવો પણ સામે આવ્યા છે.

વાવાઝોડાની અસરને પગલે હળવદ તાલુકાના સુખપર,ખેતરડી,ચંદ્રગઢ અને મયુરનગર ગામે મકાનના પતરા ઉડ્યા હતા જોકે કોઈ જાનહાની ન થઈ હોવાનું સામે આવ્યું છે સાથે જ હળવદ શહેરમાં આવેલ આમલી વાળી શેરીમાં પણ એક મકાનનું છાપરું ઉડ્યું હતું. તેમજ સરા રોડ પર એક સ્ટ્રીટ લાઈટ નો વીજ પોલ રસ્તા વચ્ચે પડતા પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક તેને હટાવી લેવામાં આવ્યું હતો. બીજી તરફ ધાંગધ્રા રોડ પર બાપાસીતારામના મંદિરની દિવાલ પર વૃક્ષ પડતા દિવાલ પડી ગઈ હોવાનું સામે આવ્યું છે.

તેમજ હળવદ થી મોરબી જતા રોડ પર શિરોઈ ગામ નજીક વૃક્ષ રોડ વચ્ચે જ પડતા રસ્તો બંધ થઈ ગયો હતો જો કે હળવદ પોલીસના જવાનો દ્વારા તાત્કાલિક વૃક્ષને હટાવી ફરીથી રોડ ચાલુ કરી દીધો હતો.

- text

- text