મોરબીમાં અભયમ ટિમે નિ:સહાય વૃદ્ધ મહિલાને સુરક્ષિત જગ્યાએ ખસેડયા

- text


બિપરજોય વાવાઝોડાની આપત્તિમાં મોરબી 181 અભયમ ટીમની સરાયનીય કામગીરી

મોરબી : મોરબી 181 અભયમ ટીમે અજાણી નિ:સહાય વૃધ્ધાને સખી વન સ્ટોપ સેન્ટરમા આશ્રય અપાવ્યો છે. તારીખ 15 જૂનના રોજ રાત્રે એક વ્યક્તિ દ્વારા 181 પર કોલ આવ્યો હતો કે, એક અજાણી મહિલા મળી આવી છે જેને મદદની જરૂર છે. ત્યાર બાદ તાતકાલિક 181 મોરબી લોકેશન ટીમના કાઉન્સેલર પટેલ સેજલબેન તેમજ કોન્સ્ટેબલ રંજનબેન અને પાયલોટ રાજભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તે મહિલા પાસે જઈ સૌ પ્રથમ તો તેમને પેહલા સાંત્વના આપી હતી.

- text

ત્યાર બાદ તેમના કાઉન્સિલિંગ દરમ્યાન મહિલા મુંજાયેલી હાલતમાં હોય તેમનું સરનામું કે તેમના વિશે માહિતી આપી શકતા ન હતા, તેથી અભયમ ટીમ દ્વારા વધુ પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ ક્યા રહે છે કોણ છે વગેરે બાબતે કઈ જણાવી શકતા ન હતા, મહિલાની મદદ માટે 181માં કોલ કરનાર વ્યકિત દ્વારા જણાવાયું હતું કે તેઓ ત્યાં એકલા ક્યારના બેઠા હતા અને વધુ પવન અને વરસાદના કારણે વૃદ્વ મહિલા ધ્રુજતા હોય ત્યાના સરપંચ તેમજ તલાટીએ જણાવ્યું હતું કે આ મહિલા અહીંના નથી તેમજ નજીકના પોલીસ સ્ટેશનમાં પણ પુછતાછ કરવામાં આવી પરંતુ તેમને જણાવેલ કે આવી કોઈ અજાણી વૃદ્ધ મહિલાની ગુમ થયાની અરજી આવી નથી. 181 ટીમ દ્વારા આજુબાજુના વિસ્તારમાં મહિલાને લઇ જઈ પુછપરછ કરી હતી પરંતુ મહિલાને કોઈ ઓળખતું ન હોવાથી તેમને લાંબા ગાળાના કાઉન્સિલિંગ તેમજ આશ્રયની જરૂર હોવાથી સખી વન સ્ટોપ સેન્ટર-મોરબી ખાતે આશ્રય અપાવવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ અભયમની આ માનવતા ભરી કામગીરીની પ્રશંસા કરી હતી.

- text