સમગ્ર મોરબી જિલ્લામાં સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં વધુ અડધો ઈંચ વરસાદ 

- text


મોરબી : વાવાઝોડા બિપરજોયની અસર રૂપે આજે શુક્રવારે વહેલી સવારથી સમગ્ર મોરબી જિલ્લામાં પવન સાથે વરસાદ વરસવો શરૂ થયો છે ત્યારે શુક્રવારે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન મોરબીના પાંચેય તાલુકામાં નોંધપાત્ર અડધો ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. ફ્લડ કંટ્રોલ રૂમના સત્તાવાર આંકડા મુજબ સવારે 6 થી 8 દરમિયાન ટંકારામાં 11 મીમી, મોરબીમાં 9 મીમી, માળીયામાં 10 મીમી, વાંકાનેરમાં 17 મીમી અને હળવદમાં 04 મીમી વરસાદ નોંધાયો છે.

- text

- text