માળિયા હાઇવે પર બ્રિજ ખુલ્લો મુકાયાને એક મહિનામાં જ પડી ગયા ગાબડા!!

- text


પુલના કામમાં ભ્રષ્ટાચાર થયાની ગંધ, પુલનું ક્વોલિટી ચેક જરૂરી

મોરબી : માળિયા હાઇવે ઉપર ખીરઇ નજીક આવેલ ઓવરબ્રિજ ખુલ્લો મુકાયાને એકાદ મહિનામાં જ ગાબડા પડી ગયા હોવાનું ધ્યાને આવ્યું છે. જેને લઈને સ્થાનિકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી અને કચ્છને જોડતા માળિયા હાઈવે ઉપર ખીરઇ ગામ પાસે રેલવે ટ્રેક ઉપરનો બ્રિજ એકાદ મહિના પહેલા જ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. છેલ્લા બે દિવસથી વવાઝોડાની અસરને પગલે પવન સાથે વરસાદ પડતા આ બ્રિજમાં મસમોટા ગાબડા પડી ગયાનું ધ્યાને આવ્યું છે.

આ બ્રિજના કામમાં હલકી ગુણવતાવાળું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું કે કેમ તે અંગે હાલ પ્રશ્ન સર્જાયા છે. ત્યારે સુરક્ષાને ધ્યાને લઈને આ બ્રિજનું ક્વોલિટી ચેક થવું જોઈએ તે પણ જરૂરી છે.

- text

- text