મોરબીની નિર્મલ સાયન્સ સ્કુલના વિદ્યાર્થીઓએ NEET-2023 ના પરિણામમાં ડંકો વગાડ્યો

- text


મોરબી : તાજેતરમાં ધો.12 સાયન્સનાં મેડીકલના વિદ્યાર્થીઓ માટેની મહત્વની જે નીટની પ્રવેશ પરીક્ષા છે તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની નિર્મલ સાયન્સ સ્કુલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ડંકો વગાડ્યો છે.

નિર્મલ સાયન્સ સ્કુલના NEET-2023 ના પરિણામની વાત કરીએ તો શાળાના 7 વિદ્યાર્થીઓએ 600થી વધુ માર્કસ, 21 વિદ્યાર્થીઓએ 500થી વધુ માર્કસ, 34 વિદ્યાર્થીઓએ 400થી વધુ માર્કસ મેળવ્યા છે. જેમાં દેસાઈ જયકુમારએ 668 માર્કસ સાથે શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જ્યારે દેત્રોજા એશાએ 655, સંઘાણી ધૈર્ય 650, ગોધાણી સ્મિતે 650 માર્કસ મેળવ્યા છે.

મોરબી જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર 3 વિદ્યાર્થીઓમાંથી 2 વિદ્યાર્થીઓ નિર્મલ સાયન્સ સ્કુલના છે. તેમજ Mrach-2023 માં ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે અને March-2023 માં ગુજકેટમાં પણ બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આ બંને ઉચ્ચ સિધ્ધિ મેળવ્યા પછી NEET-2023 માં પણ અનેરી સિધ્ધિ પ્રાપ્ત કરી છે. નિર્મલ સાયન્સ સ્કુલના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ બદલ શાળાના સંચાલકો નિલેશભાઇ કુંડારીયા, મંત્રી અમુભાઈ પટેલ, સંચાલક બરાસરા સર, કલોલા સર, કૌશિકભાઇ તેમજ સાયન્સ વિભાગના વાડોદરિયા સાહેબ, અઘારા સાહેબ, રાબડીયા સાહેબ, સાંગાણી સાહેબ, હીરપરા સાહેબ, સરડવા સાહેબ સહિતનાએ અભિનંદન પાઠવ્યા છે.

- text

- text