સોસાયટીના રહીશોના વિરોધ છતાં બિલ્ડરે મકાન વેચાતા કરણી સેના મેદાને : સોદો રદ કરાવ્યો  

- text


મોરબી : મોરબીની રામકો સોસાયટીમાં બિલ્ડરે સ્થાનિક રહેવાસીઓના વિરોધ હોવા છતાં એક મકાન વેચવા બાબતે રાજપૂત કરણી સેનાએ રામકો સોસાયટીમાં જઈને બિલ્ડરને સમજાવતા અન્ય ધર્મના લોકોને મકાન નહીં વેચવા સહમત થતા સોસાયટીજનોએ રાજપૂત કરણી સેનાનો આભાર વ્યક્ત કર્યો હતો.

મોરબીની રામકો સોસાયટીમાં અન્ય ધર્મના પરિવારને મકાન વેચાણથી અપાતું હોવાની જાણ સોસાયટીજનોને થતાં તેઓએ મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ મનોજસિંહ જાડેજા અને તાલુકા પ્રમુખ જયદેવસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો અને રામકો સોસાયટીમાં અન્ય ધર્મના પરિવારને મકાન અપાતું હોવાથી વિરોધ કરી રાજપૂત કરણી સેના પાસે મદદ માંગી હતી. ત્યારે આજે રાજપુત કરણી સેનાના આગેવાનોએ રામકો સોસાયટીના બિલ્ડર સાથે વાત કરતા અંતે બિલ્ડરે સોસાયટીના રહીશોની સહમતી વગર મકાન નહીં વેચાણ આપે તેવું વચન આપ્યું હતું અને સોદો રદ કર્યો હતો. જેને પગલે સોસાયટીની અંદર વસતા લોકોએ રાજપૂત કરણી સેના ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે આ તકે મોરબી તાલુકા પ્રમુખ જયદેવસિંહજી જાડેજા, મોરબી શહેર પ્રમુખ અશોકસિંહજી ચુડાસમા, મોરબી શહેર પ્રવક્તા યુવરાજસિંહજી રાણા, મોરબી જિલ્લા મહામંત્રી કુલદીપસિંહ જાડેજા અને અશોકસિંહ ઝાલા (બબભા) જોડાયા હતા.

- text

- text