સ્ટ્રક્ચર સહીત મોતના માચડા ઉતારી લ્યો : હોર્ડિંગ્સ સંચાલકોને મોરબી પાલિકાની નોટિસ 

- text


ક્રિષ્ના, એ ટુ ઝેડ, ચિત્રા, ડ્રિમ એડ,પેન્ટર વાઘેલા, વિકાસ અને સખનપરાને સાંજ સુધીનું અલ્ટીમેટમ 

મોરબી : વાવાઝોડાના ખતરા વચ્ચે મોરબી શહેરમાં અનેક સ્થળોએ મોતના માંચડા જેવા હોર્ડિંગ્સ બોર્ડ લટકી રહ્યા હોય મોરબી નગરપાલિકા દ્વારા આજે વધુ એક વખત નોટીસ ફટકારી સાંજ સુધીમાં સ્ટ્રક્ચર અને ફ્રેમ સહિતના માંચડા ઉતારી લેવા તાકીદ કરવામાં આવતા જાહેરખબર એજન્સીના સંચાલકોમાં ફફડાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરમાં જાહેર ખબર એજન્સીઓ દ્વારા મન પડે ત્યાં મસમોટા હોર્ડિંગ્સ ખડકી દેવામાં આવ્યા છે ત્યારે વાવાઝોડાનો ખતરો મંડરાતા જ મોરબી પાલિકા તંત્રને માનવજાત માટે જોખમી આ હોર્ડિંગ્સ બોર્ડની ગંભીરતા સમજાઈ છે. વધુમાં શહેરમાં જૂની ઇમારતો અને અન્ય મહત્વના સ્થાનો ઉપર લાગેલા આ હોર્ડિંગ્સ ભારે પવનમાં ફંગોળાઈ કોઈ દુર્ઘટના સર્જે તે પહેલા ઉતારી લેવા મોરબી પાલિકા દ્વારા બે દિવસ પહેલા તાકીદ કરી નોટિસ ફટકારવામાં આવી હતી.

જો કે, મોરબી પાલિકાના ચીફ ઓફિસરની નોટિસને જાહેરખબર એજન્સીના સંચાલકો ઘોળીને પી ગયા હતા અને આજની તારીખે પણ આ મોતના માંચડા જેમના તેમ લટકી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠતા અંતે આજે મોરબી પાલિકાના ચીફ ઓફિસર ડી.સી.પરમારે આખરીનામાં રૂપે નોટિસ ફટકારી સાંજ સુધીમાં તમામ જોખમી હોર્ડિંગ્સ બોર્ડ સ્ટ્રક્ચર અને ફ્રેમ સાથે ઉતારી લેવા ક્રિષ્ના, એ ટુ ઝેડ, ચિત્રા, ડ્રિમ એડ,પેન્ટર વાઘેલા, વિકાસ અને સખનપરા એડવર્ટાઇઝિંગ એજન્સીને તાકીદ કરી હોવાનું જાણવા મળે છે.

- text

- text