મોરબીમાં વાવાઝોડાની અસરતળે 13 અને 14 જૂને હળવા વરસાદની શકયતા

- text


ભારતીય હવામાન વિભાગના અમદાવાદ વિભાગ દ્વારા આગાહી 

મોરબી : અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા બીપરજોય વાવાઝોડાની અસરતળે સમગ્ર સૌરાષ્ટ્રમાં તોફાની પવન અને વરસાદની શકયતા જોવાઈ રહી છે ત્યારે ભારતીય હવામાન વિભાગની અમદાવાદ કચેરી દ્વારા આગામી તા.13 અને 14 જૂનના રોજ મોરબી જિલ્લાના કેટલાક ભાગોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં ઉદ્દભવેલ વાવઝોડું બિપરજોય વાવાઝોડું હાલમાં પોરબંદરથી 500 કિલોમીટરથી વધુ દૂર છે ત્યારે ભારતીય હવામાન વિભાગની અમદાવાદ કચેરી દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લા મુજબ વાવાઝોડાને પગલે વરસાદની સંભાવના વ્યક્ત કરતી આગાહી કરવામાં આવી છે.

- text

અમદાવાદ હવામાન કચેરીની આગાહી મુજબ વાવઝોડાને કારણે આગામી તા.13 અને 14ના રોજ મોરબી જિલ્લાના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

- text