બીપરજોય વાવાઝોડા સંદર્ભે મોરબી જિલ્લાની જવાબદારી મંત્રી કનુભાઈ દેસાઈના શિરે

- text


દરિયાકાંઠાના અલગ અલગ જિલ્લામાં મંત્રીઓને આપત્તિ વ્યવસ્થાપનની જવાબદારી

મોરબી : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત બીપરજોય વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. જે અન્વયે મોરબી જિલ્લાની જવાબદારી રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈને સોંપવામાં આવી છે.

- text

મુખ્યમંત્રી દ્વારા વિવિધ જિલ્લાના આપતી વ્યવસ્થાપન માર્ગદર્શન માટે વરિષ્ઠ મંત્રીઓને જવાબદારી સુપ્રત કરાઈ છે જેમાં કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબી જિલ્લામાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદર જિલ્લામાં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લામાં મુળુભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હર્ષ સંઘવી તેમજ જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે. આ બધા જ મંત્રીઓને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી છે.

- text