મોરબીમાં ટીવીએસ હેવીડ્યુટી મોપેડ ચોરતી ચંડાળ ચોકડી ઝડપાઈ

- text


અગાઉ સીટી એ ડિવિઝન પોલીસની ઝપટે ચડેલી ટોળકી એલસીબીની ઝપટે ચડી, 4 મોપેડ ચોરીનો ભેદ ખુલ્યો

મોરબી : મોરબી શહેરમાંથી માત્રને માત્ર ટીવીએસ હેવીડ્યુટી મોપેડની જ ચોરી કરતી રીઢા તસ્કરોની ગેંગ એવી ચંડાળ ચોકડીને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈ રૂપિયા 1.50 લાખની કિંમતના ચાર મોપેડની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે અગાઉ વાહનચોરીમા ઝડપાયેલ રીઢા તસ્કરોની ગેંગને ઝડપી લઈ મોરબીમાં થયેલ અલગ અલગ ચાર ટીવીએસ હેવીડ્યુટી મોપેડની ચોરીનો ભેદ ઉકેલી નાખી તસ્કર ગેંગના લીડર એવા આરોપી બલુભાઇ દેવજીભાઇ વારૈયા, રહે. ભાવનગરરોડ, દુધસાગરરોડ, દુધની ડેરીની પાછળ, મફતીયાપરા, રાજકોટ, (2) ડાયાભાઇ અમરશીભાઇ વડેચા, રહે. આદીપુર, અંજારરોડ, કેનાલની બાજુમાં, શનિદેવ ભરડીયા સામે, ઝુપડપટ્ટીમાં તા. ગાંધીધામ જિ. કચ્છ ભુજ (3) દેવજીભાઇ રમેશભાઇ, રહે. આદીપુર, ગોંડલ સોસાયટીની બાજુમાં, ભકિતનગર, મહેંદી ફળીયા, તા. ગાંધીધામ જિ. કચ્છ ભુજ મુળ રહે. તારાનગરથી ત્રણ કિ.મી. દુર રણમાં પારેકડી માતાના મઢ પાસે તા. સમી જિ. પાટણ અને (4) રમેશભાઇ ચતુરભાઇ પટણી, રહે. લીલાશાકુટીયાની પાછળ, ઇસ્કોન મંદિર પાસે, આદિપુર જિ. ગાંધીધામ (પૂર્વ કચ્છ) વાળાને ઝડપી લઈ સીટી એ ડિવિઝન પોલીસ હવાલે કર્યા હતા.

- text