બીપરજોય અપડેટ : નવલખી બંદરે 4 નંબરનું સિગ્નલ લગાવાયું

- text


મોરબીના દરિયા કાંઠે 21થી 29 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના જોતા 4 નંબરનું સિગ્નલ

સંભવિત વાવઝોડા સામે રક્ષણ મેળવવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સ્ટેન્ડ બાય

મોરબી : સૌરાષ્ટ્રમાં સંભવિત વાવઝોડાનો ખતરા વધતા મોરબી જિલ્લાના નવલખી બંદરે 21થી 29 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતા જોતા 4 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને બપોર બાદ પોર્ટ ઉપર તમામ કામગીરી બંધ કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. હાલ પોર્ટ પરના અધિકારીઓ નવલખી દરિયામાં કરંટ સહિતની અસરો ઉપર વોચ રાખીને બેઠા છે. બીજી તરફ સંભવિત વાવઝોડા સામે રક્ષણ મેળવવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સ્ટેન્ડ બાય રહ્યું છે.

- text

વાવઝોડું બીપરજોય ઝડપથી ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. આ વાવઝોડાની અસરરૂપે પોરબંદરના દરિયામાં ભારે કરંટ સાથે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વાવઝોડાનો ખતરો વધતા મોરબી જિલ્લાના નવલખી બંદરે 4 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ 4 નંબરનું સિગ્નલ એટલે કે પવનની ગતિ 21થી 29 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય ત્યારે ભયસુચક સિગ્નલ 4 રાખવામાં આવે છે. બીજી તરફ તેજ ગતિએ પવન ફૂંકાવાની સંભાવના જોતા પોર્ટ ઓપરેશન બંધ કરાશે, 4 નંબરનું સિગ્નલ આજે લગાવ્યું છે અને આજે બપોરે 12 પછી નવલખી પોર્ટ પર તમામ કાર્યવાહી બંધ કરવામાં આવશે. બીજી તરફ આ વાવઝોડા સામે રક્ષણ મેળવવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર છે. દરિયા કિનારના અસરગ્રસ્ત વિસ્તારમાં આશરે 1500 જેટલા લોકોને જરૂર પડ્યે ખસેડવાની તૈયારીઓ કરી લેવાય છે.

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાલુકા અને જિલ્લા કંટ્રોલ રૂમ ચાલુ કરી દેવાયા છે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર તૈનાત કરી દેવાયા છે અને સમગ્ર સ્થિતિ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે.

- text