રૂપિયા 1700ની ઉઘરાણીમા વેપારી પિતા – પુત્રને ત્રણ શખ્સોએ માર માર્યો

- text


મોરબીની સોમૈયા સોસાયટી સામે બનેલો બનાવ

મોરબી : મોરબીની સોમૈયા સોસાયટી સામે આવેલ રોયલ બેકરીના માલિક વેપારી પિતા પુત્રને રૂપિયા 1700ની ઉઘરાણીમાં ત્રણ શખ્સોએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની સોમૌયા સોસાયટી સામે રોયલ બેકરી ધરાવતા ગનીભાઈ જુમાભાઈ રાઉમા નામના વેપારીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ ભગવતી ટ્રેડિંગ નામની પેઢીમાંથી ઉધારમાં માલ ખરીદતા હોય બીલના રૂપિયા 1700 ચૂકવવાના બાકી હોવાથી ભગવતી ટ્રેડિંગના માણસ ભોલાભાઈ ઉર્ફે મોઇનભાઈ કાદરભાઈ લોધા અને અન્ય બે અજાણ્યા શખ્સ તેમની દુકાને આવી તેમના પુત્ર અરબાઝ પાસે બાકી નાણાંની ઉઘરાણી કરી હતી.

- text

જો કે વેપારી પુત્ર અરબાઝે અત્યારે વકરો નથી થયો આવતીકાલે પૈસા ચુકવી દેશે તેવુ જણાવતા ભોલા સહિતના ત્રણેય શખ્સ અરબાઝને માર મારવા લાગતા ફરિયાદી ગનીભાઈ પુત્રને છોડાવવા જતા ત્રણેય શખ્સોએ તેમને પણ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text