હળવદ જન સુવિધા કેન્દ્રના ઓપરેટરો રજા ઉપર ઉતરી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા

- text


સાથેસાથે 7/12, 8 કઢાવવાના ઓપરેટરો પણ અચાનક રજા ઉપર ઉતરી જતા આ કામગીરી ખોરવાય, લોકો હેરાન પરેશાન

હળવદ : હળવદ મામલતદાર કચેરીમાં આવેલ જન સુવિધા કેન્દ્રના ઓપરેટરો અચાનક જ રજા ઉપર ઉતરી જતા લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. સાથે જ સાથેસાથે 7/12, 8 કઢાવવાના ઓપરેટરો પણ અચાનક રજા ઉપર ઉતરી જતા આ કામગીરી ખોરવાય જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.

હળવદ મામલતદાર કચેરીમાં આવેલ જન સુવિધા કેન્દ્રના ઓપરેટરો અચાનક જ રજા ઉપર ઉતરી ગયા છે. આથી આ જન સુવિધા કેન્દ્રમાં વિવિધ કામગીરી માટે આવતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત 7/12, 8 અ ના દાખલા કઢાવવાની કામગીરી કરતા ઓપરેટરો પણ અચાનક રજા ઉપર ઉતરી જતા આ કચેરીને તાળા મારી દેવામાં આવ્યા છે. આથી 7/12, 8 અ ના દાખલા કઢાવવાની કામગીરી ઠપ્પ થઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જન સુવિધા કેન્દ્રમાં આવક-જાવકના દાખલા, નોન ક્રિમિનલના દાખલા કઢાવવાની કામગીરી માટે પહેલા ચાર ઓપરેટરો રાખવામાં આવ્યા હતા. પણ હવે એક ઓપરેટર આ બધી કામગીરી સંભાળે છે. એ એક ઓપરેટર પણ હાલ અચાનક રજા ઉપર ઉતરી જતા આ કામગીરી ખોરવાય ગઈ છે. ત્યારે આ કામગીરી અન્ય વિભાગના ઓપરેટર કરી રહ્યા છે. પણ ત્યાં લાઈનો વધુ લાગી હોય લાઈનોમાં કલાકો સુધી ઉભું રહેવું પડતું હોય લોકોને હેરાન થવું પડ્યું છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, જન સુવિધા કેન્દ્ર સહિતના ઓપરેટરોને એજન્સીઓએ રાખેલા હોય છે અને એજન્સી દ્વારા ત્રણ મહિનાથી આ ઓપરેટરોને પગાર ચૂકવાયો નથી. ઉપરથી પગાર નજીવો આપતા હોય છે. જેથી ઓપરેટરોની હાલત કફોડી બની ગઈ છે. ઓછો પગારમાં વધુ કામ અને ઉપરથી ત્રણ ત્રણ મહિનાથી પગાર ન મળતા ઓપરેટરો રજા ઉપર ઉતરી ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે જેના કારણે હાલ લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.

- text