મોરબી પંથકમાં ફરી કમોસમી વરસાદ ત્રાટક્યો

- text


મોરબી : મોરબી પંથકમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે બપોરે ફરી હવામાનમાં પલટો આવ્યો હતો અને મોરબી પંથકમાં ફરી કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. જેમાં મોરબી અને ટંકારાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

મોરબીમાં શુક્રવારે અને શનિવારે બે દિવસ સુધી માવઠું થયું હતું અને શનિવારે તો ભરઉનાળે દોઢ ઈંચ જેવો કમોસમી વરસાદ પડ્યો હતો. જો કે વેસ્ટર્ન ડિસ્ટબર્સની અસર હેઠળ હજુ પણ હવામાન ખાતા દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા આજે બપોરે મોરબી અને ટંકારાના અમુક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં રાજપર,થોરાળા, નસતિપર, ચાચાંપર, સહિતની ગ્રામ્ય વિસ્તારની પટીમાં વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળે છે. જ્યારે મોરબીમાં આછા સૂર્યપ્રકાશ વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળે છે.

- text

- text