મોરબી જિલ્લામાં ફરી કોરોનાનો એક કેસ નોંધાયો

- text


1 દર્દી રિકવર, હવે 7 કેસ એક્ટિવ રહ્યા

મોરબી : મોરબી જિલ્લામાં હજુ કોરોના ગયો નથી. હજુ પણ ડચકા ખાતો કોરોના પોતાની હાજરી પુરાવી રહ્યો છે. જેમાં આજે મોરબી જિલ્લામાં કોરોનાનો એક કેસ નોંધાયો છે.

મોરબી જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી કોરોનાએ બિસ્તરા પોટલા બાંધી લીધા હોય એમ એકપણ કેસ નોંધાયા ન હોય ત્યારે આજે ફરી કોરોનાએ દેખા દીધી છે. જેમાં મોરબી જિલ્લામાં આજે 338 શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ એક કેસ મોરબી ગ્રામ્યમાં નોંધાયો હતો. આ સિવાય ચારેય તાલુકામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે માળીયામાંથી એક દર્દીને ડિસ્ચાર્જ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે હવે 7 કેસ એક્ટિવ રહ્યા છે.

- text

- text