પરપ્રાંતિયોના વધતા ગુનાને કારણે પોલીસ સતર્ક, કામ કરનારાઓની વિગતો મેળવવા ફોર્મ જાહેર કર્યું

- text


બહારના માણસો કામ કરતા હોય તેવા તમામ લોકોને આ ફોર્મ ભરી પોલીસ મથકે આપવા અપીલ

મોરબી : મોરબીમાં પરપ્રાંતિયો દ્વારા ગુનાઓ આચરવાનું પ્રમાણ વધતા પોલીસ સતર્ક બની છે. પોલીસે હાલ એક ફોર્મ પ્રસિદ્ધ કર્યું છે અને બહારના માણસો કામ કરતા હોય તેવા તમામ લોકોને આ ફોર્મ ભરી પોલીસ મથકે આપવા અપીલ કરાઈ છે.

મોરબીમાં છેલ્લા થોડા જ દિવસોમાં ઘરના જ ચોકીદારોએ ચોરીને અંજામ આપ્યાની બે ઘટનાઓ બની છે. આ સાથે પરપ્રાંતિયો દ્વારા થતી ગુનાહિત પ્રવૃતિઓમાં વધારો થવાનું ધ્યાને આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા ઘરઘાટી સંદર્ભે એક ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. જે લોકોને ઘર, એપાર્ટમેન્ટ, ઓફિસ કે ફેક્ટરીએ પરપ્રાંતિયો એટલે કે બીજા રાજ્યના કે નેપાળના લોકો કામ કરતા હોય તેઓની વિગત સાથેનું આ ફોર્મ ભરીને પોલીસ મથકે જમા કરાવવા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

ઘરઘાટી ફોર્મ

- text