કાલે બુધવારે સનાતન જ્યોત યાત્રા મોરબી આવશે, ઠેર- ઠેર સ્વાગત કરાશે

- text


સાળંગપુર ધામેથી દિલ્હી જવા નીકળેલ આ રથયાત્રામાં હનુમાનજી મહારાજની 11 ફુટ વિશાળ ગદા પણ હશે

મોરબી : મોરબીમાં સાળંગપુર ધામેથી દિલ્હી જવા નીકળેલ હિન્દુ રાષ્ટ્ર માટેની સનાતન જ્યોત યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાશે. આ રથયાત્રામાં મહાબલી હનુમાનજી મહારાજની 11 ફુટ વિશાળ ગદાના દર્શનનો લાભ લેવા મોરબીની જનતાને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ભાવભર્યું આમંત્રણ અપાયું છે.

કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે થી પ્રસ્થાન થઈને સમગ્ર ભારતમાં હિન્દુ રાષ્ટ્ર સનાતન ધર્મ પ્રત્યે વિશ્વને યુવા પેઢીને જાગૃત કરવા પરિભ્રમણ માટે હનુમાનજી મહારાજની મહાકાય ગદા 11 ફૂટ સાથે હિન્દુ રાષ્ટ્ર સનાતન જ્યોત યાત્રા તારીખ 03/05/ 2023 ના રોજ બુધવારે સવારે 09:30: કલાકે મોરબી મુકામે પધારી રહી છે તેમનું સ્વાગત તેમજ પૂજન વિધી દરેક વિસ્તારમાં રાખવામાં આવેલ છે. ત્યારબાદ આ રથયાત્રા મોરબીમાં ફરશે. દરેક હિન્દુ સ્નાતની ધર્મ પ્રેમી ભાઈઓને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

મોરબીમાં રથયાત્રાનો સમગ્ર રૂટ

- text

આ રથયાત્રા મોરબીના મહારાણા પ્રતાપ સર્કલથી રીલીફનગર, ઉમા ટાઉનશીપ, નટરાજ ફાટક, નવાપુલ ઉપર થઇને દરબાર ગઢ, ગીરન ચોક, નગરદરવાજા ચોક, શાક માર્કેટ, જેઈલ રોડ થઇને વાઘપરા મેઈન રોડ, સીતાર ચોક, રવાપર રોડ થઇને નરસંગ ટેકરી, રવાપર ચોકડી, અવની ચોકડી, ઉમિયા સર્કલ થઈ શનાળા રોડ પર થઇને ઉમિયા આશ્રમ ખાતે પૂર્ણ થશે.

- text