મોરબીના સિરામિક ઉદ્યોગને મોટી રાહત : ગુજરાત ગેસના ભાવમાં રૂ. 5નો ઘટાડો

- text


 

મંદી ટાણે જ ગેસના ભાવમાં ઘટાડો થતા ઉદ્યોગકારોનો હાંશકારો, હજુ પણ ભાવ ઘટાડાની માંગ

મોરબી : વિશ્વવિખ્યાત મોરબીના સિરામિક ઉદ્યોગને મંદી ટાણે જ મોટી રાહત મળી છે. આજે ગુજરાત ગેસના ભાવમાં રૂ. 5નો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. જેને પગલે ઉદ્યોગકારોએ હાશકારો અનુભવ્યો છે. બીજી તરફ ઉદ્યોગકારો હજુ પણ ગેસના ભાવમાં રાહત ઈચ્છી રહ્યા છે.

મોરબીના સિરામિક ઉદ્યોગને અત્યારે મંદી નડી રહી છે. જેને પગલે નેચરલ ગેસના ભાવોમાં ઘટાડો કરવા ઉદ્યોગકારો લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા. જેને ધ્યાને લઈને ગુજરાત ગેસ દ્વારા નેચરલ ગેસના ભાવોમાં ઘટાડો કરી ઉધોગને રાહત આપવામાં આવી છે. હાલ ગેસના ભાવમાં રૂ.5ની રાહત આપવામાં આવી છે.

- text

નેચરલ ગેસના ભાવ જે એમજીઓ કરનાર ઉદ્યોગો માટે અગાઉ 45.91 પ્લસ 6 ટકા વેટ હતા. જે હવે 40.62 પ્લસ 6 ટકા વેટ કરી નાખવામાં આવ્યા છે. નોન એમજીઓ એકમો માટે અગાઉ 58.79 પ્લસ વેટ હતા. જે ઘટીને 53.79 પ્લસ વેટ થયા છે.

આ અંગે સિરમિક એસો.ના પ્રમુખ વિનોદભાઈ ભાડજાએ જણાવ્યું કે મંદીમાં મુકાયેલ સિરામિક ઉદ્યોગને ગેસ કંપની તરફથી રાહત મળી છે. પરંતુ હજુ પણ રાહતની જરૂર છે. ગેસ કંપની હજુ ભાવ ઘટાડો કરે તેવી માંગ છે.

- text