મીઠાના કારખાનામાં વીજ શોક લગતા પરપ્રાંતીય યુવકનું મૃત્યુ 

- text


માળીયા તાલુકાના વર્ષામેડી નજીક મહારાજ સોલ્ટ વર્કસ કારખાનામાં બનેલ બનાવ 

માળીયા : માળીયા તાલુકાના વર્ષામેડી નજીક મહારાજ સોલ્ટ વર્કસ નામના મીઠાના કારખાનામાં નોકરી કરતા પરપ્રાંતીય યુવાનનું ઇલેક્ટ્રિક કામ કરતી વખતે વીજ શોક લગતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના વર્ષામેડી નજીક આવેલ મહારાજ સોલ્ટ વર્કસ કારખાનામાં ઇલેક્ટ્રિક કામ કરતી વેળાએ મૂળ ઉત્તરપ્રદેશના વતની આલીમભાઇ રાસીદભાઇ અંસારી ઉ.24 નામના યુવાનને વીજશોક લાગતા સારવાર માટે મોરબી ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text