મીઠું….મીઠું….. ! બોલો લ્યો હવે પોપટ પણ વીડિયોકોલમાં વાતોના ગપાટા મારશે

- text


અમેરિકામાં પાલતુ પોપટનું અધ્યયન કરી વીડિયો કોલ કરતા શીખવવામાં આવતા પોપટ ઘંટડી વગાડી વીડિયોકોલ કરવા સંકેત આપે છે

મોરબી : આજના સમયમાં અબાલવૃદ્ધ સૌ કોઈને મોબાઈલનું વળગણ લાગ્યું છે ત્યારે અમેરિકામાં પાળતું પોપટ પણ માણસની જેમ વીડિયોકોલ થકી પોતાના મિત્ર પોપટ સાથે વાતો કરતા થયા છે. નવતર પ્રયોગમાં સામેલ પોપટને મિત્ર પોપટ સાથે વીડિયો કોલ પર વાતચીત કરવાનું શીખવાડવામાં આવ્યું હતું. હવે આ ટ્રેનિંગ લીધેલા પોપટ ટચ સ્ક્રીનવાળા ટેબલેટ પરથી પોતાના મિત્ર પોપટને વીડિયો કોલ કરી ખુશ રહેવા લાગ્યા છે.અત્યાર સુધી મીઠું મીઠું બોલતા પોપટ હવે ભવિષ્યમાં તેના માલિક સાથે વીડિયોકોલથી વાતો કરતા થશે તેવું આ અધ્યયન ઉપરથી જણાઈ રહ્યું છે.

ગુજરાત સમાચાર દૈનિકના રિપોર્ટ મુજબ અમેરિકામાં પાલતુ પોપટ ઉપર અધ્યયન માટે પ્રયોગ કરી ટ્રેઈન કરવામાં આવેલા પોપટને ટેબ્લેટ વડે વીડિયોકોલ કરવાનું શીખવવામાં આવ્યું હતું, પોપટને આપવામાં આવેલી તાલીમને કારણે પોપટ તેમના મિત્રો સાથે વીડિયો કોલિંગના માધ્યમથી સંપર્કમાં રહે છે. જ્યારે, પણ તેમને પોતાના મિત્ર સાથે વાતચીત કરવાનું મન થાય છે, ત્યારે તેઓ તેમની પાસે રાખવામાં આવેલી ઘંટડી વગાડવા માંડે છે. જેથી તેમના માલિક તેમના મિત્ર પોપટને કોલ લગાડી આપે.

- text

એક રિપોર્ટ મુજબ, ઘરમાં એકલતાને કારણે પાળતું પોપટ વધુ બીમાર પડતા હતાં. આ વીડિયો કોલિંગ પ્રયોગ એકલતા અનુભવતા પોપટ માટે વરદાનરૂપ સાબિત થયો છે. આ વીડિયો કોલિંગ પ્રયોગમાં સામેલ પોપટ મિત્રો સાથે વાતચીત, સજવામાં અને ગીતો ગાવામાં સમય પસારકરી રહ્યાં છે. એક જાણીતી યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા આ પ્રયોગની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રયોગમાં માલિક ફકત ટેબલેટ ઓપન કરીને આપે છે. જ્યારે, પોપટ સ્ક્રીન પર રહેલા અનેક પોપટના ફોટામાંથી એકને ચાંચ મારીને પસંદ કરીને વીડિયો કોલ કરે છે. આ પ્રયોગ 1000 કલાક સુધી કરવામાં આવ્યો હતો. જેમાં, 18 પોપટ ઉપર અભ્યાસ કરાયો હતો.

- text