મોરબીના જ્યોતિષાચાર્ય ઉત્તરપ્રદેશમાં યોજાનાર જ્યોતિષ સંમેલનમાં ખાસ મહેમાન બનશે

- text


મોરબી : આગામી તા.23 એપ્રિલના રોજ ઉત્તરપ્રદેશના લખનૌમાં આયોજિત રાષ્ટ્રીય જ્યોતિષ એવમ રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનના ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા આયોજિત જ્યોતિષ સંમેલનમાં મોરબીના જાણીતા જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યાને સ્પેશિયલ ગેસ્ટ તરીકેનું આમંત્રણ મળ્યું છે. તેઓ આ સંમેલનમાં પંચાંગોનું એકીકરણ કેમ કરવું તે સહિતના મુદ્દાઓ ઉપર પ્રકાશ પાડશે.

મોરબીના રહેવાસી અને કાશી વારાણસીના જ્યોતિષાચાર્ય, ભાગવતાચાર્ય, સહિત્યાચાર્ય, એમ.એ સંસ્કૃત જેમને જ્યોતિષ વિષયથી ગોલ્ડ મેડલ મેળવાનર શાસ્ત્રી જીજ્ઞેશભાઈ પંડ્યાને આગામી તા.23 એપ્રિલના રોજ લખનઉમાં રાષ્ટ્રીય જ્યોતિષ એવમ રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનના ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા આયોજિત જ્યોતિષ સંમેલનમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકેનું આમંત્રણ મળ્યું છે. જેમાં પંચાંગોનું એકીકરણ કેવી રીતના કરવું જેની વાત શાસ્ત્રી જીજ્ઞેશભાઈ પંડ્યા રજુ કરશે.

- text

જીજ્ઞેશભાઈ પંડ્યાને આ સંમેલનમાં આમંત્રણ મળ્યું તે મોરબી માટે ગૌરવની વાત કહી શકાય. ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાની મોરબીને તક મળી હોવાનું ઉમેરતા તેઓ જણાવે છે કે, આ સંમેલનમાં ઉત્તરપ્રદેશના (ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠક, કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર, મહર્ષિ પાણીની સંસ્કૃત વિદ્યાલય ઉજ્જૈનના કુલપતિ વિજય કુમાર, મહા મંડલેશ્વર મદન વ્યાશજી ઉજ્જૈન, ડો,અજય ભાંભીજી દિલ્હી, ડો, પંકજ ત્રિવેદી લખનઉ વિગેરે નામી જ્યોતિષીઓ ઉપરાંત ભારત વર્ષના જેટલા પણ ગોલ્ડ મેડલિસ્ટ જ્યોતિષીઓ છે જેમની ઉપસ્થિતિ રહેશે.

- text