બોલો…એકાઉન્ટન્ટ રજા ઉપર જતા મોરબી જિલ્લાના 3600 શિક્ષકો પગારથી વંચિત

- text


રાજ્યમાંથી ત્રીજી એપ્રિલે પગાર ગ્રાન્ટ આવી ગઈ હોવા છતાં મોરબી જિલ્લાના 3600 જેટલા શિક્ષકોને 14 એપ્રિલ વીતવા છતાં પગારના ફાંફાં

મોરબી : બાળકોને શિક્ષણ આપવાની સાથે 120 પ્રકારની કામગીરી કરતા મોરબી જિલ્લાના શિક્ષકો માટે ત્રીજી એપ્રિલે પગાર ગ્રાન્ટ આવી ગઈ હોવા છતાં જિલ્લા પંચાયતના એકાઉન્ટન્ટ ઓડિટમાં જતા રહેતા 14 એપ્રિલ વીતવા છતાં શિક્ષકોને પગારના ફાંફાં થઈ પડતા અનેક શિક્ષકોનું બજેટ ખોરવાયું છે તો કેટલાક શિક્ષકોને લોનના હપ્તા ભરવામાં મુસીબત આવી પડી હોવાની વિગતો સામે આવી છે.

મોરબી જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી શિક્ષકોને મહિને રાહ જોવી પડતી હોય એવો ઘાટ ઘડાયો છે, રાજ્યમાંથી ત્રણ એપ્રિલે પગાર ગ્રાન્ટ આવી ગયેલ છે અને આજે 14 એપ્રિલનો દિવસ વીતી જવા છતાં શિક્ષકોના ખાતામાં પગાર જમા ન થયો હોવાના કારણે શિક્ષકોએ લીધેલી લોનના હપ્તા સમયસર ભરી શકતા ન હોય વ્યાજ પેનલ્ટી લાગે છે તેમજ જીપીએફ, સીપીએફ કપાત દર મહિનાની દશ તારીખ પહેલા જમા ન થવાના કારણે જે તે માસનું વ્યાજ પણ શિક્ષકોને મળતું નથી. વળી માર્ચ માસનો મોટા ભાગનો પગાર ઇન્કમટેક્ષ કપાત થયેલ હોય એપ્રિલ માસ અડધો વીતી જવા છતાં શિક્ષકોને પગાર ન મળતા શિક્ષકો રોષે ભરાયા છે.

- text

ચોંકાવનારી વાત તો એ છે કે, જિલ્લા પંચાયતના એકાઉન્ટ ઓફિસર ઓડિટમાં છે,રજા પર હોવાથી શિક્ષકોને પગારના ફાંફા થઈ પડ્યા છે, સવાલ તો એ છે કે, શિક્ષકો પણ સરકારના અનેક ખાતાની એકી સાથે અનેકવિધ 120 જેટલી કામગીરી કરે છે તો દર માસે મોરબી જિલ્લાના શિક્ષકોનો પગાર મોડો કરીને શા માટે હેરાન પરેશાન કરવામાં આવે છે? પગાર કરવા માટે અગાઉથી શા માટે આયોજન કરવામાં નથી આવતું? જ્યારે પગાર જમા કરવાનો હોય ત્યારે જ અધિકારીને અન્ય કામ આવી જાય છે?કે પગાર કરવા સમયે જ અધિકારીને રજા પર જવું પડે છે ? આવા પ્રશ્નો ઉઠાવી શિક્ષકો નિતમિત પગારની માંગ કરી રહ્યા છે.

- text