વાંકાનેરના જાંબુડિયા ઓવરબ્રિજ પાસે ડમ્પરે બાઇકને હડફેટે લેતા મહિલાનું મૃત્યુ

- text


અચાનક ગોળાઈ લેનાર કાળમુખો ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર

મોરબી : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર જાંબુડિયા ઓવરબ્રિજ પાસે અચાનક ગોળાઈ વાળી કાળમુખા ડમ્પર ચાલકે બાઈક સવાર માતાપુત્રને હડફેટે લેતા મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વેજીટેબલ રોડ ઉપર ભીમસર વિસ્તારમાં રહેતા જયાબેન જેન્તીભાઈ કુંઢીયાએ ઢુંવા રહેતી દીકરી પાસેથી ઘઉં ખરીદ્યા હોય પોતાના નાના પુત્ર પ્રકાશભાઈ સાથે બાઇકમાં બેસી મોરબીથી ઢુંવા જતા હતા. આ સમયે જાંબુડિયા ઓવરબ્રિજ નજીક જીજે – 13 – AW – 8588 નંબરના ડમ્પર ચાલકે કોઈપણ જાતના સિગ્નલ આપ્યા વગર અચાનક ડમ્પર વાળી લઇ બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જતાં જયાબેન ડમ્પરના ટાયર નીચે કચડાઈ જતા ગંભીર ઇજાઓ પહોચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પ્રકાશભાઈને પણ ઇજાઓ પહોંચી હતી.

- text

આ અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક નાસી ગયો હતો. બનાવ અંગે મૃતક જયાબેનના પુત્ર હરેશભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નાસી ગયેલ ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text