મોરબી જિલ્લામાં આજે કોરોનાના 16 કેસ, એક્ટિવ કેસ ઘટીને 100ની અંદર

- text


વાંકાનેર, હળવદ અને માળિયા તાલુકામાં એક પણ કેસ ન નોંધાયો

મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. બીજી તરફ એક્ટિવ કેસની સંખ્યા આજની સ્થિતિએ ઘટીને 100ની અંદર આવી ગઈ હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

મોરબી જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા 806 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 16 જેટલા લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મોરબી ગ્રામ્યમાં 12, મોરબી શહેરમાં 3 અને ટંકારા ગ્રામ્યમાં એક કેસ નોંધાયો છે. જ્યારે વાંકાનેર, હળવદ અને માળિયા તાલુકામાં એક પણ કેસ નોંધાયો નથી.

- text

બીજી તરફ આજે મોરબી તાલુકાના 27, વાંકાનેર તાલુકાના 1, હળવદ તાલુકાના 6, ટંકારા તાલુકાના 1 મળી કુલ 35 લોકો કોરોનાને મ્હાત આપી રિકવર થઈ ગયા છે. એટલે આજની સ્થિતિએ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 95એ પહોંચી ગઈ છે.

- text