વાંકાનેરમાં ચીલઝડપના ગુનામાં છેલ્લા સાતેક માસથી ફરાર મહિલા આરોપી ઝડપાઇ

- text


વાંકાનેર : મોરબી કાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આજે બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના ચીલ ઝડપના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા મહિલા આરોપીને રાજકોટ ખાતેથી પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડના HC જયવંતસિંહ ગોહીલ, પુથ્વીસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ખાનગીરાહે હકિકત મળેલ કે, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના ચીલ ઝડપના ગુનાના કામે છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા ફરતો મહીલા આરોપી કુંવરબેન દેવાભાઇ સોલંકી રહે.રાજકોટ વાળી હાલે રાજકોટ, ૮૦ ફૂટ હ્યુન્ડાઈ શોરૂમ ની સામે, નદી કાંઠે, રાધાબેન દેવીપુજકના રહેણાક મકાનમા સાથે રહેતા હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકિકત મળતા પો હેડ કોન્સ. પુથ્વીસિંહ જાડેજા તથા મહીલા કર્મચારીની સાથે ટીમ રાજકોટ મોકલતા હકીકત આધારે સ્ટાફના માણસો સાથે ઉપરોકત હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા આરોપી કુંવરબેન દેવાભાઇ સોલંકી ઉ.વ.૮૦ રહે.રાજકોટ ૮૦ ફૂટ હ્યુન્ડાઈ શોરૂમની સામે, નદી કાંઠે, રાધાબેન દેવપુજકના રહેણાક મકાનમાં તા.જી.રાજકોટ વાળી મળી આવતા મહીલા આરોપીને ઉપરોકત ગુન્હાના કામે હસ્તગત કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે.

- text

- text