મોરબી પાલિકાના ચીફ ઓફિસર તરીકે જિલ્લા પુરવઠા અધિકારી ડી.સી.પરમારની નિમણુંક

- text


અધિક કલેકટર એન.કે મુછાર પાલિકાના વહીવટીદાર

મોરબી : મોરબી નગરપાલિકાને સુપરસિડ કરાયા બાદ ખાલી પડેલી ચીફ ઓફિસરની જગ્યા પર નવા ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. ઝૂલતાપુલની ઘટના બાદ ચીફ ઓફિસરનો ચાર્જ અધિક કલેકટર એન.કે મુછાર પાસે હોય પણ પાલિકા સુપરસિડ કરતા તેમની પાસેથી આ ચાર્જ લઈ મોરબી પાલિકાના ચીફ ઓફિસર તરીકે જિલ્લા પુરવઠા અધિકારી ડી.સી.પરમારની નિમિણુંક કરવામાં આવી છે.

- text

મોરબી ઝુલાતપુલની દુર્ઘટના બાદ મુખ્ય જવાબદાર તરીકે પાલિકાના તે વખતના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરીને મોરબી પાલિકાના ચીફ ઓફિસરનો ચાર્જ અધિક કલેકટર એન.કે મુછારને સોંપાયો હતો. જો કે ઝુલાતપુલ દુર્ઘટનાને પગલે લાંબા સમયથી ભાજપ શાષિત નગરપાલિકા બોડી ઉપર કાર્યવાહીની તલવાર લટકતી હતી. ત્યારે રાજ્ય સરકારે ગઈકાલે મોરબી નગરપાલિકાને સપુરસિડ કરીને વિસર્જન કરી નાખ્યું હતું. તેથી પાલિકના વહીવટીદાર તરીકે અધિક કલેકટર એન.કે મુછારને જવાબદારી સોંપવામાં આવી હતી. પણ તેમની પાસે મોરબી પાલિકાના ચીફ ઓફિસરનો ચાર્જ હોય હવે તેમની વહીવટીદાર તરીકે નિમણૂક થતા આ ખાલી પડેલી જગ્યા મોરબીના ચીફ ઓફિસર તરીકે જિલ્લા પુરવઠા અધિકારી ડી.સી. પરમારની નિમણૂક કરવામાં આવી છે.

- text