મોરબી જિલ્લામાં આજે કોરોનાના 7 કેસ

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના 7 કેસ નોંધાયા છે. જ્યારે સામે 4 દર્દીઓ રિકવર પણ થયા છે.

મોરબી જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા 136 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 7 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબી ગ્રામ્યમાં 5 અને શહેરમાં 1 તથા માળીયામાં 1 કેસ નોંધાયા છે. આજે અન્ય ત્રણેય તાલુકામાં એકપણ કેસ નોંધાયા નથી.

- text

જ્યારે આજે મોરબીના 2, માળિયાના 2 મળી કુલ 4 ર્દીઓ રિકવર થયા છે. જેથી એક્ટિવ કેસની સંખ્યા 124 થઈ છે. જો કે, આજે રવિવારે હોવાથી ટેસ્ટિંગ ઓછું થયું હોવાથી કેસ ઓછો નોંધાયા છે.

- text