લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વિનામુલ્યે ચકલીના માળા, પાણીના કુંડાનું વિતરણ

- text


મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા આજરોજ ઉમિયા સર્કલ પાસે, સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે પર્યાવરણ પ્રેમી જનતાને પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીના માળાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પ્રોજેક્ટમાં આશરે ૩૦૦૦ જેટલા ચકલીના માળા અને ૧૦૦૦ પાણીનાં માટીનાં કુંડા આપવામા આવ્યા હતા.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલા અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી લા. બ્રિજેશભાઈ મેરજા ખાસ ઉપસ્થિત રહીને મોરબીની જીવદયા અને પર્યાવરણ પ્રેમીજનતાને શુભેચ્છા પાઠવી હતી. સાથે આ પ્રોજેક્ટ માટે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ લા.જીગ્નેશભાઈ કાવર,સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ટ્રેઝરર લા. ટી.સી.ફુલતરિયા તેમજ લાયન્સ કલબ ઓફ સિટી દ્વારા જરૂરિયાતવાળા પરિવારને હરહંમેશ સેવા પૂરી પાડવામા સહભાગી એવા તમામ લાયન સભ્યો તેમજ દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ જીવદયા પ્રોજેક્ટને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન લા. ભીખાભાઈ લોરિયા, લા. નાનજીભાઈ મોરડીયા, લા.સભ્યો અમરશીભાઈ, પ્રાણજીવનભાઈ, દીપકભાઈ ભાગીયા, ગોવિંદભાઈ ટાંક, જયેશભાઈ, લા.રશ્મિકાબેન રૂપાલા, સત્યેશ્વર મંદિરના પૂજારીગણ અને સેવાભાવી લોકોએ હાજરી આપી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો. સમાજમાંથી આ જીવદયા બર્ડકેર પ્રોજેકટમાં સ્વેચ્છાએ લોકોએ ઉદાર હાથે દાન આપતા દાતાઓનો લાયન્સ કલબ ઓફ મોરબી સિટી પરિવાર દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

- text

- text