જુનિયર ક્લાર્કની પરીક્ષા વિના વિઘ્ને સંપન્ન : મોરબી જિલ્લામાં પરીક્ષામાં 21 હજારમાંથી 13020 ઉમેદવારો ગેરહાજર

- text


કુલ 64 સેન્ટરો ઉપર આશરે 4 હજાર જેટલા પોલીસ કર્મીઓનો બંદોબસ્ત, ઉમેદવારોને મદદરૂપ થવા વહીવટી તંત્ર, એસટી તંત્ર, પોલીસ અને સંસ્થાઓ ખડેપગે રહી

મોરબી : મોરબી જિલ્લામાં આજે પોલીસની સજ્જડ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જુનિયર ક્લાર્કની પરીક્ષા વિના વિઘ્ને સંપન્ન થઈ હતી, મોરબી જિલ્લામાં કુલ 64 કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે કુલ 21120 ઉમેદવાર નોંધાયા હતા. જેમાંથી માત્ર 8100 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જ્યારે 13020 જેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. ઉમેદવારોને મદદરૂપ થવા વહીવટી તંત્ર,એસટી તંત્ર, પોલીસ અને સંસ્થાઓ ખડેપગે રહી હતી.

- text

મોરબી જિલ્લામાં આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પરીક્ષા કેન્દ્રો ઉપર પોલીસનો ચાંપતો બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. આશરે 4 હજાર જેટલા પોલીસ કર્મીઓએ જુનિયર ક્લાર્કની પરીક્ષાના સુરક્ષા વ્યવસ્થાની કમાન સંભાળી હતી. દરેક સેન્ટર પર પાંચ-પાંચનો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસ ગતરાત્રિથી ઉમેદવારો માટેની તમામ વ્યવસ્થામાં જોડાય હતી. રહેવા માટે તેમજ પરીક્ષા સ્થળે આકસ્મિક સંજોગો પહોંચી ન શકનાર ઉમેદવારો માટે આગાઉથી જ અલાયદી વ્યવસ્થા કરી હતી જેમાં જિલ્લા પોલીસ કંટ્રોલ રૂપના નબર તેમજ પોલીસ કર્મીઓના નંબર જાહેર કરીને આજે સ્થળ ઉપર સમયસર પહોંચી ન શકતા ઉમેદવારોને પોતાના વાહનમાં જ બેસાડીને પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડ્યા હતા. તેંમજ જિલ્લા વહીવટી તંત્ર પણ ખડેપગે રહ્યું હતું. આ પરીક્ષાનું કલેકટર, ડીડીઓ, ડે, ડી ડીડીઓ અને અધિક કલેકટર શીતનાએ સુપર વિઝન કર્યું હતું. જ્યારે ઉમેદવારોને બહારગામ પહોંચાડવા માટે અને બહારગામથી મોરબી આવતા ઉમેદવારો માટે એસટી તંત્રએ ખાસ બસો દોડાવી હતી. ગઈકાલે 6 બસ આવ્યા બાદ આજે 10 બસની ઉમેદવારોને પરત પહોંચાડવા માટે વ્યવસ્થા કરી હતી.

- text