વાંકાનેરની ઘીયાવાડ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પ્રવૃત્તિ પ્રયોગ સેમિનાર યોજાયો 

- text


વાંકાનેર: ઘીયાવડ પ્રા. શાળા (સી.આર.સી. જુના કણકોટ)માં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા ગણિત વિજ્ઞાન પ્રવૃત્તિ પ્રયોગ સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તક આધારિત વૈવિધ્યપૂર્ણ પ્રયોગો અને પ્રવૃત્તિઓનું નિદર્શન રજુ કર્યું હતું. જેના લીધે અઘરા ગણાતા ગણિત અને વિજ્ઞાન વિષય પ્રત્યે રસ રુચિ કેળવવા માટે ગણિત વિજ્ઞાનના શિક્ષકા નિરાલીબેન લાખનોત્રાએ વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

- text

આ તકે સી.આર.સી.કો.ઓર્ડિ. ઇર્ષાદભાઇ શેરાશિયા હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના “પ્રવૃત્તિ અને પ્રયોગ સાથે શિક્ષણ”ના અભિગમને બિરદાવ્યો હતો. આ સાથે વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાન વિષયના મહત્વ વિશે ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવીને વિદ્યાર્થીઓને ટેકનોલોજી સાથે જોડવા સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. શાળાની તમામ દૈનિક વિશેષ પ્રવૃતિઓને શાળાના ફેસબૂક એકાઉન્ટ અને શાળાની યુટ્યુબ ચેનલ પર પ્રદર્શિત કરવામાં આવે છે તેવું આચાર્ય વિરેન્દ્રસિંહ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- text