મોરબી એરપોર્ટનું કામ વહેલું પૂર્ણ કરી કેન્દ્રીય વિદ્યાલય આપો

- text


કાંતિલાલ અમૃતિયાએ વડાપ્રધાન મોદીને મળી મોરબીથી દરરોજ મુંબઈની ટ્રેન ફાળવવા માંગ કરી

મોરબી : મોરબી માળિયાના લોકલાડીલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે વિશેષ મુલાકાત કરી મોરબી એરપોર્ટનું કામ વહેલાસર પૂર્ણ કરી, મોરબીથી દરરોજ મુંબઈની ટ્રેન આપવાની સાથે કેન્દ્રીય વિદ્યાલય આપવા ભાર પૂર્વક માંગ કરી હતી.

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે દિલ્લી ખાતે શુભેચ્છા મુલાકાત કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. આ મુલાકાત દરમિયાન તેઓએ મોરબીની સુખાકારીમાં વધારો કરવા માટે અલગ અલગ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલ હતી.

વધુમા કાંતિલાલ અમૃતિયાએ મોરબીને અન્ય રાજ્યો સાથે જોડતી ડેઇલી ટ્રેનની સુવિધા વધારવાની સાથે દરરોજ મોરબીથી મુંબઈ તેમજ વિકલી ધોરણે અન્ય શહેરને જોડતી ટ્રેન આપવા માંગ કરી હતી.

સાથે જ કાંતિલાલ અમૃતિયાએ મોરબીના રાજપર મુકામે ચાલી રહેલા એરપોર્ટ નું કામ જલ્દી પૂરું કરી મોરબીને હવાઈ સુવિધા ત્વરિત આપવા ઉપરાંત મોરબી જિલ્લાને કેન્દ્રીય વિદ્યાલય ફાળવવા બાબતે પણ રજુઆત કરી હોવાનું સતાવાર રીતે તેમના કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.

- text

- text