પંચ વર્ષીય યોજના ! મોરબી રાજકોટ ફોરટ્રેકનું કામ અધૂરું

- text


મોરબી રાજકોટ ફોરટ્રેકનું કામ 19 મહિનામાં પૂરું કરવાનું હતું પણ આજે સાડા ચાર વર્ષે પણ ન તો માર્કર લાગ્યા કે ન તો નવલખી ઓવરબ્રિજ પૂર્ણ થયો

મોરબી : મોરબી રાજકોટ વચ્ચે ફોર ટ્રેક રોડ બનાવવાનું કામ પંચ વર્ષીય યોજના જેવું બન્યું છે. રૂ.260 કરોડના ખર્ચે 63.30 કિમીનું કામ ગત તા.21/9/2017ના રોજ શરૂ થયા બાદ આ કામ 19 મહિનામાં પૂરું કરવાની મુદત હતી જો કે વચ્ચે બે મુદતનો વધારો કર્યા બાદ પણ આજે સાડા ચાર વર્ષે આ કામ અપૂર્ણ રહ્યું છે. આ રોડ ઉપર રોડ માર્કિંગ અને નવલખી ઓવર બ્રિઝના કામ હજુ પણ પૂર્ણ થયા નથી.

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ રાજકોટને કચ્છ સાથે જોડતા મોરબી-રાજકોટ ફોરટ્રેકના કામને લીધે આ માર્ગ પરની વાહન વ્યવહારની સેવા સરળ બની છે. પરંતુ સાડા ચાર વર્ષથી ચાલતું મોરબી-રાજકોટ ફોરટ્રેકના કામ હજુ આજેય પૂરું થયું નથી.રસ્તો તૈયાર હોવા છતાં હજુ રોડ માર્ક્સ મુકવાના બાકી છે. તેમજ આ રોડ ઉપર સાઈન બોર્ડ પણ મુકાયા નથી. વાહન ચાલકોની સલામતી માટે રેલિંગ મુકવાનું કામ પણ અધૂરું છે.નવલખી ફાટક પર રેલ ઓવરબ્રિજનું વર્ક હજુ બાકી છે.જો આ કામ 15 એપ્રિલ સુધીમાં પૂરું થઈ જશે તો ત્યાંથી મોટા વાહનો પસાર થઈ શકશે.

- text

માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા મુજબ કુલ રૂ.276.50 કરોડનું ફોરટેકનું કામ 19 મહિનામાં પૂરું કરવાનું હતું કામ શરૂ થયાને 19 મહિનાની મુદત ઉપરાંત બે વધારાની મુદત પણ પુરી થઈ જવા છતાં આજે સાડા ચાર વર્ષે પણ આ કામ પૂરું થયું નથી. જો કે હવે ફોરેટ્રેકની કામગીરી અંતિમ તબબકામાં પ્રવેશી ચુકી છે.ટુક સમયમાં 64.30 કિમીનું ફોરટ્રેકનું કામ પૂરું થઈ જાય તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text