બિસ્માર રસ્તા, સ્ટ્રીટ લાઈટ અને દબાણ સહિતના પ્રશ્ને વોર્ડ નંબર-9ના રહેવાસીમાં રોષ ભભૂક્યો

- text


બે મહિના અગાઉ કરેલી રજુઆત પરત્વે નગરપાલિકા-કલેકટર સહિતના તંત્રએ ધ્યાન ન આપતા આંદોલન છેડવા તૈયારી 

મોરબી : મોરબીના વોર્ડ નંબર 9માં પંચાસર રોડ, નાની કેનાલ રોડના વિસ્તારો વર્ષોથી પ્રાથમિક સુવિધાથી વંચિત છે. રોડ ઉપર દબાણો અને માર્ગો ખરાબ સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી સ્થાનિકોએ વોર્ડ નંબર 9માં પંચાસર રોડ, નાની કેનાલ રોડના દબાણો દૂર કરી રોડ બનાવવા સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવા નગરપાલિકા અને કલેકટરને રજુઆત કરી હોવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આવે ઉગ્ર આંદોલન છેડવા તૈયારી શરૂ કરી છે.

- text

મોરબી શહેરના વોર્ડ નંબર-9ના નાગરિકોએ કલેકટરને રજુઆત કરી હતી કે, જુના બસ સ્ટેન્ડથી પંચાસર રોડ પર આવતા દબાણો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવા,પંચાસર રોડ બિસ્માર હાલતમાં હોય નવો બનાવવા, પંચાસર ચોકડીને મોટું કરી સર્કલ બનાવી સીસીટીવી કેમેરા મુકવા,પંચાસર રોડ પર વિવિધ જગ્યાએ સીટી બસનો સ્ટોપ આપવા, પંચાયત રોડ લાતી પ્લોટ સાથે કનેક્ટેડ હોય ટ્રાન્સપોર્ટશન વધુ હોય ટ્રાફિકની સમસ્યા ઉકેલવા, નાની કેનાલ રોડ ખખડધજ હોય હાલ નવો બનાવવાની કામગીરી નબળી હોય અને તે રોડ પંચાસર રોડને ટપી પ્રમુખ સ્વામી સોસાયટીથી જોડતો રોડ લાબાવવામાં આવે અને વોર્ડ નંબર 9ના તમામ વિસ્તારમાં નવા રોડ બનાવવા, ગટર સહિતની સમસ્યા ઉકેલવાની માંગ કરી છે. જો આ પ્રાથમિક સુવિધાનો પ્રશ્ન હલ ન થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.

- text