ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી, સંસ્કૃત, હિન્દીની પરીક્ષામાં 38 ગેરહાજર

- text


મોરબી : મોરબી જિલ્લામાં હાલમાં ચાલી રહેલી ધો.10, 12 બોર્ડની પરીક્ષા દરમિયાન આજે મોરબી જિલ્લામાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના ગુજરાતી, સંસ્કૃત, હિન્દીની પરીક્ષામાં 38 ગેરહાજર રહ્યા હતા અને કુલ 2801માંથી 2763 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી.

મોરબી જિલ્લામાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, કોમ્યુટર, સાહિત્યમ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. ધો.12ના વિજ્ઞાન પ્રવાહના સંસ્કૃત પેપરમાં કુલ 1312માંથી 3 ગેરહાજર અને 1309 હાજર, કોમ્યુટર પેપરમાં કુલ 135માંથી 1 ગેરહાજર 134 હાજર, ગુજરાતી પેપરમાં કુલ 223માંથી 1 ગેરહાજર 222 હાજર, હિન્દીના પેપરમાં 1115માંથી 32 ગેરહાજર અને 1083 હાજર અને સાહિત્યમના પેપરમાં કુલ 16 માંથી 1 ગેરહાજર 15 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

- text

- text