કોરોના સામે કાનાભાઈ મેદાને ! ભરતનગર અને જેતપુર આરોગ્ય કેન્દ્રની મુલાકાતે

- text


કોરોના પેશન્ટને યોગ્ય સારવાર મળે છે કે કેમ ? કલેકટર, ડીડીઓને સાથે રાખી સુવિધા ચકાસાઈ

મોરબી : મોરબી સહિત ગુજરાતભરમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ માટે યોગ્ય સુવિધા છે કે કેમ તેની તપાસ માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આજે ભરતનગર આરોગ્ય કેન્દ્રની મુલાકાતે ગયા હતા ત્યાર બાદ જેતપુર (મ.) આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેશે.

છેલ્લા અઠવાડિયામાં મોરબીના કોરોના બ્લાસ્ટ જેવી સ્થિતિમાં દરરોજ ડબલ ફિગરમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહયા છે. બીજી તરફ આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ વગેરે યોગ્ય રીતે ઉપલબ્ધ છે કે કેમ તે ચકાસવા માટે આજે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના ભરતનગર ગામમાં 6 કેસ નોંધાયા હોય ભરતનગર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી..

આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાથે જિલ્લા કેલેક્ટર જી.ટી.પંડ્યા, ડીડીઓ પરાગ ભગદેવ સહિતના અધિકારીઓની ટીમ પણ સાથે રહી હતી. ભરતનગર આરોગ્ય કેન્દ્ર બાદ ધારાસભ્ય કાંતિલાલ પોતાના માદરે વતનમાં પણ 11 કેસ નોંધાયા હોવાથી જેતપુર (મ.) આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેનાર હોવાનું સતાવાર જાહેર કરાયુ છે.

- text

- text