રાજકોટમાં સફાઈ કામદારોના અપમૃત્યુ કેસની ન્યાયિક તપાસ કરવા માંગ

- text


સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત દ્વારા હળવદ મામલતદારને રજુઆત

હળવદ : રાજકોટમાં ગટર સાફ કરતી વખતે પુરતા સાધનોના અભાવે ગુગળાઈ જવાથી સફાઈ કામદારોના મોત નિપજ્યા હતા. ત્યારે સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત દ્વારા હળવદ મામલતદારને રજુઆત કરી રાજકોટમાં સફાઈ કામદારોના અપમૃત્યુ કેસની ન્યાયિક તપાસ કરવા અને ગુજરાતમાં કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવાની માંગ કરી છે.

- text

સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત દ્વારા હળવદ મામલતદારને રજુઆત કરાઈ હતી કે, રાજકોટમાં તા.૨૧/૦૩/૨૦૨૩ નાં રોજ કોન્ટ્રાકટ બેઇઝ ઉપર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા મેહુલભાઈ કાલીદાશભાઈ મેહડાનું પૂરતા સાધનોના અભાવે ગટર સફાઈ કરતી વખતે ગુંગણામણથી(ઝેરી ગેસ) કારણે મૃત્યુ નીપજ્યું હતું. ભવિષ્યમાં કોઈપણ સફાઈ કામદાર સાથે આવી ઘટના ન બને તેનાં માટે સરકારને જાણવાનું સફાઈ કામદારોને આવા જોખમી કામ દરમિયાન જરૂરી સાધન સામગ્રીઓ પુરી પાડવી અને કોન્ટ્રાકટ પ્રથા નાબુદ તેવી જોગવાઈ કરે, સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત-મોરબી જીલ્લા દ્વારા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને હળવદ સમસ્ત વાલ્મીકી દ્વારા મૃત્યુ પામેલ સફાઈ કામદાર યોગ્ય ન્યાય આપવાની માંગણી કરી છે.

- text