ભાડા ઉપર લીધેલી કારની ચોરી કરતા શખ્સને દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ, બે ચોરાઉ કાર કબ્જે 

- text


હોટેલમાં જમવા કે ચા-પાણી નાસ્તો કરવાના બહાને કાર માલિક-ચાલકને અધવચ્ચે ઉતારીને કારને લઈને ફરાર થઇ જતા, એલસીબીએ બે કાર સહિતનો મુદામાલ કબ્જે કર્યો

મોરબી : મોરબીની શેર એ પંજાબ હોટલના પાર્કિંગમાંથી થયેલ કાર ચોરીના બનાવનો ભેદ ઉકેલી મોરબી એલસીબીએ ડ્રાઇવિંગ કામ કરતા એક શખ્સ અને તેનો સાગરીત અનોખી રીતે કારની ચોરી કરતા ઝડપી લઈ બે કાર કબ્જે કરી હતી.

ચા-પાણી નાસ્તો કરવાના બહાને કાર માલિક અથવા કાર ચાલકને અધવચ્ચે ઉતારીને કારને લઈને ફરાર થઇ જવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતા શખ્સને ક્રાઇમ બ્રાન્ચ મોરબીની ટીમે પોકેટકોપ એપની મદદથી ઝડપી લીધો હતો.મોરબી એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના માણસોને ખાનગીરાહે હકિકત મળેલ કે, ચોરી કે છળકપટથી મેળવેલ હ્યુડાઇ કંપની ની “ઓરા ” કાર નંબર પ્લેટ વગરની સાથે ધવલગીરી વિજયગીરી દોલતગીરી ગોસાઇ રહે. રાજકોટ વાળાને ખાનપર રોડ ઉપરથી પકડી તેની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય અને પોકેટકોપ એપ્લીકેશન મારફતે ખરાઇ કરતા આ કારની મોરબી વિસ્તારમાં ચોરી થઈ હોવાનું જણાય આવતા મજકુરની વિશેષ પુછપરછ કરતા પોતે તથા પોતાના સાથીદાર આનંદભાઇ શાંતિલાલ ઠકકર રહે.રાજકોટ વાળા સાથે મળી આ કાર મોરબી બાયપાસરોડ, શેરે પંજાબ હોટલે ડ્રાઇવરને જમવાના બહાને કાર માંથી ઉતારી કાર ચોરી લઇ જઇ ભાગી ગયેલનું જણાવેલ હતું.

- text

આ ઉપરાંત રાજકોટ, ગ્રીનલેન્ડચોકડી ખાતેથી એક હ્યુન્ડાઇ કંપનીની ઓરા કાર ભાડેથી લઇ જવાનું કહી આજથી આશરે અઢી- ત્રણ માસ પહેલા ગાડી લઇ ગયેલ જે ગાડી ધૂળકોટ મુકામે વેચવા કે ગીરવે મુકવાના ઇરાદે સંતાડી રાખેલ હોય જે ગાડી પણ રીકવર કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી બી ડિવી. પો.સ્ટે. તરફ સોપવામાં આવેલ છે. આમ, મોરબી સિટી બી ડિવી. પો.સ્ટે. ખાતે ફોર વ્હીલકારની થયેલ ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ઉકેલી ચોરીમાં ગયેલ કાર સાથે ધવલગીરી વિજયગીરી ગોસાઇને ઝડપી લીધો હતો. તેમજ આરોપી આનંદભાઇ શાંતિલાલ ઠકકર ફરાર હોય તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. હાલ હ્યુંડાઇ કંપનીની “ ઓરા ” નબર પ્લેટ વગરની કાર તથા અન્ય કાર વીવો કંપનીનો એન્ડ્રોઇડ ફોન મળી કુલ રૂ. ૮૦,૫૦૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ ફોર વ્હીલ ગાડી ભાડે કરી રસ્તામાં ડ્રાઇવર ગાડી રેઢી મુકી ચા-પાણી, નાસ્તો કરવા કે જમવા જાય તો આરોપીઓ ગાડી ચોરી કરી નાશી ભાગી જવાની ટેવવાળા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

- text