વાંકાનેરના દલડી આરોગ્ય કેન્દ્ર દ્વારા ખુલ્લા પાણીમાં ગપ્પી માછલી મૂકાઈ

- text


વાંકાનેરઃ મોરબી જિલ્લા આગામી સમયમાં મચ્છરજન્ય રોગચાળો ના વકરે તે માટે દલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામમાં તેમજ આજુબાજુ પાણી ભરેલા ખૂલ્લા જળાશયોમાં પોરભક્ષક માછલીઓ મૂકવામાં આવી છે.

જિલ્લા મલેરિયા અધિકારી ડો.બાવરવાની સૂચના મુજબ THO ડો.આરિફ અને તાલુકા સુપરવાઈઝર વી. એન. માથકિયાભાઈના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડો.અજય ચાવડા દ્વારા MPHW ની ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા PHC હેઠળ આવતા ગામોમાં કાયમી ભરાય રહેતા ખૂલ્લા પાણીના જળાશયો કે જેમાં પોરાનાશક દવા ના નાખી શકાય કે નિયમિત સાફ કરવા મુશ્કેલ હોય જેવા કે વોકળા, કૂવા, નાની ખેત તલાવડી, ભો ટાકા વગેરેમાં પોરભક્ષક માછલીઓ મૂકવામાં આવી છે જેથી ગામમાં મચ્છરનો ઉપદ્રવ ના થાય અને મચછરજન્ય રોગચાળો ના વકરે. વધુમાં આ તકે PHC સુપરવાઈઝર કાળુભાઈ આંત્રેસા દ્વારા PHC હેઠળ આવતા ગામોને પણ અપીલ કરવામાં આવી છે કે કે તમારી આજુબાજુમાં જો કોઈ આવા ખૂલ્લા પાણી ભરેલા સ્થળ જોવા મળે તો તેઓનો સંપર્ક કરી આ ઝુંબેશમાં સહભાગી બનીને લોક સહકાર થકી ગુજરાત સરકારના મલેરિયમુક્ત અભિયાનને સાકાર કરી શકીએ.

- text

- text